બ્રહ્માકુમારીઝના વડનગર સેવા કેન્દ્ર દ્વારા જીવન દર્શન આધ્યાત્મિક મેળા

બ્રહ્માકુમારીઝના વડનગર સેવા કેન્દ્ર દ્વારા જીવન દર્શન આધ્યાત્મિક મેળાને જાહેર જનતાના લાભાર્થી ગત રવિવારે ખુલ્લો મૂકવામાં આવ્યો. જેનું શુભ ઉદ્ઘાટન સ્વામિનારાયણ ગુરુકુલ ના સ્વામી, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મોટાભાઈ અને સમાજસેવક સોમભાઈ પટેલ, વડનગરના ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર નિહાર ભેટારીયા, વડનગર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સુબોધ કુમાર પી દૂદખીયા, પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, બીકે ગીતાબેન શાંતિવન, મહેસાણા ઉપ ક્ષેત્રીય સંચાલિકા બીકે સરલાબેન, વડનગર સેવા કેન્દ્રના બીકે ચંદ્રિકાબેન, તથા અન્ય મહેસાણા ઉપ ક્ષેત્રના બહેનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું. સૌ મહેમાનોએ બધા જ સ્ટોલનું ખૂબ જ બારીકાઇથી નિરીક્ષણ કર્યું. ત્યારબાદ ધ્વજારોહણ કરી ઉદઘાટન કાર્યક્રમ સેવા કેન્દ્રના વિશાળ હોલમાં કરવામાં આવ્યો. જ્યાં સૌ મહેમાનોએ જીવનદર્શન મેળાની મનુષ્ય જીવનમાં ઉપયોગિતા બતાવી સર્વને મેળો નીહાળવા ની અપીલ કરી. આ મેળામાં જીવનને સ્પર્શતા અલગ અલગ વિષયો પર સ્ટોલ બનાવવામાં આવ્યા છે. આત્મ અને પરમાત્મા દર્શન, શાંતિ અનુભૂતિ કક્ષ, રાજયોગ દ્વારા વ્યસનમુક્તિ, શાશ્વત યોગી ખેતી, સાથે સાથે જ્ઞાન સાથે ગમ્મત આપતા કુંભકર્ણ જાગી રહ્યો છે નું મૂવિંગ મોડેલ, વેલ્યુ ગેમ જેવા સ્ટોલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નવ નવ દેવીઓના દર્શન કરાવતો સ્ટોલ ચૈતન્ય દેવીઓ ની ઝાંખી પણ સૌનુ ધ્યાન ખેંચી રહ્યો છે. તેમજ એક જ સાથે બાર જ્યોતિર્લીંગના દર્શન કરાવતો દ્વાદશ જ્યોતિર્લિંગ સ્ટોલ પણ બનાવવામાં આવ્યો છે.

 

Rajyoga Shivir

संसार का हर मनुष्य सुख–शांति की तलाश में रोज मंदिर, मस्जिद, चर्च, गुरूद्वारे में गुहार लगा रहा है। पूजा, पाठ, आरती, व्रत, उपवास, तीर्थ आदि धक्के खा खाकर इंसान थक गया है लेकिन सुख शांति आज भी कोसों दूर है.. बल्कि दुख, अशांति बढ़ती जा रही है, इसका एकमात्र कारण है देह अभिमान में वृद्धि होना और इन सब समस्याओं का एकमात्र निवारण और सुख, शान्ति का एकमात्र रास्ता स्व आत्मा का ज्ञान और परमात्मा की सही पहचान । इसी सत्य ईश्वरीय ज्ञान से और ईश्वर प्रदत्त राजयोग मेडिटेशन से सच्ची सुख, शान्ति का खजाना सहज ही मिल जाता है और सारा जीवन तनाव मुक्त होकर खुशहाल हो जाता है।”

जिसमें प्रात: 10 से 12 एवं संध्या 5 से8 बजे तक राजयोग मेडिटेशन का नि:शुल्क प्रशिक्षण दिया जायेगा